રૂડું રૂપાળું ભલે નાનકડું અમથું
કરે 'સપનું' સાકાર એવું ઘર તું ક્યાં છે ?
શોધી શોધી થાકી તને ગલીએ ને ચોકે
તોયે મનગમતો વિસામો મને ક્યાંય ન રોકે
ઊંચે મિનારે ને મઢુલી ને પ્રાંગણ રે
ક્યાંય ન દિસે મારુ મનગમતું આંગણ એ
સંસ્મરણો સંઘરવા અને નવા અનુભવવા
કેટકેટલા જોયા મેં ઘર નવા અવનવા
દેવ ની એ છાયા છૂટી, જીવનની એ માયા રુઠી
દિલમાં દિલનો દિવો કરી,ફરી અરમાનોની છે બાંધી મુઠ્ઠી
શોધું છું તને ઘર ઘર, નગર નગર
થાકી છું, હવે તો જોઈ જા એક નજર !
મારા મોટીફોઈ સયુંકત પરિવાર માં સાથે એક મોટા બંગલે રહેતા જેનું નામ દેવછાયા હતું
વખત જતા ઘર નાનુ પડવા માંડ્યું અને એ વેંચી ને સહુ અલગ અલગ ઘરની તલાશ માં નીકળ્યા ત્યારે મારા મોટીફોઈ ની હૃદય વ્યથા દર્શાવતું આ કાવ્ય પ્રયોગ....