હાઈવેથી ફ્લાય ઓવર અને ફ્લાય ઓવર થી જતા ઘેર
કોઈ 'પરીખ'ના સાગર દર્શનથી ઉઠતી દિલમાં લ્હેર
ચોતરે ફુઆજીને ખોરડે ફોઈ ના "ધાક" જણાય
છોકરાઓ રમતા ફેર જીવન હર્યુંભર્યું ગણાય
પહેલા જોતા ટાબરિયા સંગ ફોઈ હરખાતા જાય
આજે ટાબરિયા ના ટાબરિયા ના કલરવ બહુ સંભળાય
ભરીભાદર્યી મંદિર ની ગલી સુની આજ જણાય
ફોઈએ દૂર ખોરડાં બદલ્યા ત્યાં કોણ લાંબુ તણાય
બબ્બે કાકા થી દૂર થયા ને મધુ કાકા ની પાસે
બહુમાળી મકાન તમારું અમને બહુ દૂર ભાસે
આવતા જતા દાદર ચઢતાં હવે દર્શન ની ખોટ સાખે
રિસાઈ ને હવે કવિતાનો હું આસરો લઉં તો ચાલે
આજ લગ્નની વર્ષગાંઠની શુભેચ્છા સાથે પૂછું ફોઈ ફુવા ને
બહુમાળી છોડીને સાગર ક્યારે આવશો રહેવાને.
મારા નાનીફોઈ સાગર દર્શન બિલ્ડીંગ માં રહે અને આવતા જતા એમને ઘરે બધાજ ડોકિયું કરી આવતા.....
પણ થોડા વખતથી ફોઈ બીજે ઘરે રહેવા ગયા ત્યારે અમારી આદત માં ભંગ થતા ફોઈ ફુઆજી પાછા ક્યારે સાગર દર્શન આવશે તેની પૃચ્છા....