એક મહાકાય ધોરી માર્ગને અડીને....
એક ગગનચુંબી મકાનની...
એક સુંદર અટારીએથી...
નીચે સરી જતાં જીવનના...
આનંદનો અલ્હાદ....
બે આંખોમાં સમાયો..
સાથે વીતી ગયેલ જીવનના
સંભારણાંની ધૂમ્રસેર ની લહેરખી હૈયે અડી મન પુલકિત કરી ગઈ...
એ શુભ , સ્વચ્છ, સરળ "સોનાલય" માં
આત્માની શ્વેત સાદગી વર્તાઈ...
વર્ષોના "સમર્પણ"ની ભાવના અંકાઈ...
અયરીના બે રંગી કુંડાઓના છોડવા
લહેરાઈ લહેરાઈ ને શુભેચ્છા સૂચવતા
આ ત્રિપુટીને ત્રિભેટા ના એકમ નું સંગીત હંમેશને માટે અહીં "ઘર" કરી
ગુંજતું રહે ...
બસ ગુંજતું રહે...
બેન સોના, ભાઈસંજીવ , નેહા અને યશ ના કુટુંબે નવા બહુમાળી મકાનના ઊંચા માળે ઘર લીધું ત્યારે એમની અટારીએથી નીચેના મહાધોરી માર્ગ પરથી વહેતો ટ્રાફિક અને ભવ્ય દર્શન જોઈને શુભેચ્છા ભાવ માં લખાયેલ પંક્તિઓ ....