લાચાર સજ્જનતા

લાચારી ને સજ્જનતા સાથ સાથ જોવાઈ
'માંડવી' વેંચનાર 'માણસ' ની આંખ માં આંખ પરોવાઈ

અંકલેશ્વર થી બેઠાં અમે સુરતભણી રફતાર
થોડા માણસો બેઠા હતા ન્હોતી ગિરદી ચિક્કાર

ફેરિયાઓની અવર જવરથી સફરમાં રહી જીંદગી
કોઈને માટે જીંદગી તો કોઈને માટે બંદગી

આ કોફી ને જમરૂખના વેંચાણ થતા રાગ તાણી
નવા નવા નુસ્ખાઓ લાવે મુસાફરોને મોઢે પાણી

"હાંકી હાંકી" કહેતો ચાલ્યો વેંચતા એ સિંગદાણા
'ટાઈમ પાસ' કરતા યાત્રી ને એના શબ્દો ન સમજાણા

'હાંકી હાંકી' કેમ કહો છો આતો છે સિંગદાણા
ખારી સિંગ ના નામ ઘણા છે આવા તો ન જાણ્યા

'હાંકી હાંકી' કરતો રહ્યો, કહીં શક્યો ન બીજું કાંઈ
મેં કેમ કરી ન બોણી લાગી એને પણ નવાઈ

'હાંકી હાંકી' કેમ પૂછો છો,જાણો છો સિંગદાણા
ખાવા હોય તો લો ને ભાઈસાબ આપોને બે નાણાં

પણ સજ્જન હતો લાચારી એની મુખ સુધી ન આણી
મારી સજ્જનતા લાચાર હતી, કરી શક્યો ના સિંગ ની લ્હાણી




ટ્રેન માં સુરત જતી વખતે એક સિંગ વેચવા વાળા ની શારીરિક ખોડ જ્યારે બહુ મોડે સમજાઈ ત્યારે બહુ મોડું થતા પશ્ચાતાપની લાગણી માં લખાયેલ કૃતિ...

Back