એક પરિચિત ચહેરો

શોધું છું એક પરિચિત ચહેરો,
આ મેળાની ગર્દી માં,
ખોવાઈ ગયો છે એક પ્રસન્નવદન,
આ વેળા કઈ ધરતીમાં ?

હસતો રમતો કદી ના રડતો
સંજોગોની તંગદિલીમાં
સુખે વિહરતો ઊંચા મહેલે
કે નાની નાની ગલીઓમાં

આંખેથી આનંદ ટપકતો
ચહેરે 'મિત્ર' ઍક ડોકાતો
જીવનની અનેરી ચાહ પિરસતો
સાનિધ્યની ઉષ્મા ફેલવતો

જીવનની એક ક્ષણ ભંગુર પળે
હાથતાળી આપીને છટકતો,
ક્યાં ગયો એ પરિચિત ચહેરો,
સહુના દિલને ભીંજવતો ?

ક્યાં જશે? કેટલે જશે?
ઓળખું છું એને જન્મો જન્મથી
ખોળી કાઢીશ મેળામાંથી
અધુરી રમત રમવા - ફરીથી




પૂજ્ય 'કી' ફુઆજી એ જ્યારે દુન્યવી વિદાય લીધી ત્યારે પૂજ્ય મોટીફોઈ ની નજરેથી કલમે મઢાયેલ શ્રદ્ધાંજલિ

Back