વિરાટ સફરનો વામણો માર્ગ
મનગમતા સથવારાનો શોધાતો સાથ
મનગમતા અણગમતા સથવારાની લાંબી વણઝાર
ફૂલ અને કંટકની અતૂટ નૈસર્ગિક હારમાળ
બોરસલીનાં ફૂલો ની એક કડવી મીઠી સુગંધ
જાણે હૈયુ પુલકિત કરે, તુંટુ તુટું થતા અશ્રુબંધ
ફૂલ કંટક ના સંબંધ ને છતી કરતી અનોખી એ સુગંધ,
એવી બોરસલી ની સુગંધ સાથે મારે જૂનો સંબંધ
રંગ વિહોણા કરોળીયા આકાશથી ઉતરતાં જાય
વીણતા વીણતા હૈયાની એક છાબ ભરાતી જાય
કોણે વીણ્યા કેટલા વીણ્યા નથી એનો તો હિસાબ
ફોરમ થી ઉભરાતા ફૂલડાં અનેક માળાઓમાં પરોવાયે
કોઈ માળા હૈયામાં ઉતરી, કોઈ ગજરામાં દીઠી
કોઈ પામી પ્રભુચરણને, ધન્ય ધન્ય થઇ ઉઠી
મારી માળાની ફોરમને, સ્મરણોમાં જકડી રાખી
બોરસલીના એ જ ઝાડને મે માળા બાંધી નાખી
ફૂલ કંટક ની નૈસર્ગિક તૂટી શું હાર માળ ?
ફોરમનો અવિરત મળી "કંટક છે જાણબહાર" !
મારા માનીતા મનગમતા મનુકાકા માટે બોરસલી ના ફૂલ સાથે એમની જીવન મહેંક ની સરખામણી કરતાં જેનાથી અનેક જનો સુધી એમના કર્મયોગની સુગંધ પ્રસરી એમને માટે મારી ભાવનાઓ વ્યક્ત કરતી શ્રદ્ધાંજલિ.....