દાદીમાં

મારી દાદી ને હું કહું “બા” માંરી “મમ્મી” મારી માં
ને મારી માં ના કાકીજીને અમે કહીયે “દાદીમાં”

‘દાદી’ જેવી લાગણી ને કાળજીમાં ‘માં’
ખોબે ખોબે સહુને આપે મુજ ગમતા “દાદીમાં”

શરીરે બહુ ખડતલ ભલે હતા એ એકવડીયા,
સ્નેહીજનોમાં એમની બહુ સારી લોકપ્રીયતા.

કાર્યક્ષમ અને કાર્યશીલ, તેઓ સતત ઉદ્યમી રહેતા,
બેસી રહેવું ના ગમે, બસ કામ શોધતા રહેતા.

માઈગ્રેન ને કદીક રીસાવું એ બે બાદ કરતા,
સતત સહુને હસાવતા ને રહેતા હસમુખા.

રમુજ એમની ગળથુથીમાં જેની જોડ ન મળે ક્યાંય,
હાસ્યરસ સભર સરળ વાતો,વ્યંગ હોય એમનો પણ ત્યાંય.

પાંચ દીકરીઓ ને એક દીકરા નો બહોળો ઘરસંસાર,
ને વટવૃક્ષ સમા કુટુબના સબંધો અપરંપાર.

ભરી વાડીયે વિદાય લીધી લાવ્યા સહુની આંખે પાણી,
જીવી ગયા મુજ દાદીમાં એક સુંદર જિંદગી માંણી.

બાપુજી ના કાકી જેને અમે સમગ્ર કુટુંબ દાદીમા કહીને બોલાવતા તેઓ જ્યારે શ્રીજી ચરણ પામ્યા ત્યારે તેમને અર્પિત શ્રદ્ધાંજલિ....

Back