માં, મામા ને મામાના મામા

પ્રફુલ્લ ચહેરો ને ખડખડાટ હાસ્ય
પ્રેમાળ દિલ ને એમની રમુજી આંખો
સદાય હસતા, એક અદકેરા મામા
માં ના મામાને હું પણ કહું મારા મામા

જયેન્દ્ર મામા મારી માં ના મામા
નિરંજન મામા એ મારાં મામા
જયેન્દ્ર મામા મારા મામા ના પણ મામા
મારા મામાદાદાને હું કહું જયેન્દ્ર મામા

ભલે સંબંધોની અટપટી ને શબ્દો ની લાગે ખટપટી
સરળતા અને અવિરત પ્રેમ ની મામા હતા જડીબુટ્ટી
એમના સાનિધ્ય માં દુનિયા ના દુઃખ ભુલાય
વારે વારે મળવા દિલ હરપળ લલચાય

ભાણો આવ્યો પીરસો ભાણું
પીરસો મિષ્ટાન ને પકવાન
મામી ને કહેતા મામા ને માણું
આ ભાણો ભારે ભાગ્યવાન

લાંબી સફર નો સાથ રહ્યો
માથે એમનો હાથ રહ્યો
જતા જતા આશિષ આપી ગયા
સુખદ સ્મૃતિ ના ખજાના લાભી ગયા

જ્યાં હશે ત્યાં મામા જરૂર હસતા હશે
પ્રફુલ્લ ચેહરે ધીમુ ધીમું મરક્તા હશે
જાણે કહેતાં હોય કે આ તો અલ્પવિરામ છે
મામા ભાણા ની વાતો તો ઘણી હજી બાકી છે

નાનપણ થી જ મારી માં ના મામાઓ પૂજ્ય ઇન્દ્રવદનમામા, ભાનુમામાં, મહેન્દ્રમામાં ને જયેન્દ્રમામા ને મારા મામા નિરંજનમામા અતિશય વ્હાલા લાગતા અને એમના તરફથી પણ ભરપૂર પ્રેમ મળતો....

જયેન્દ્રમામા જ્યારે સ્વર્ગવાસ પામ્યા ત્યારે તેમને અર્પણ શ્રદ્ધાંજલિ

Back