અબોલા

અબોલા લઈ લીધા અચાનક
થઈ ગઈ ભુલ શું મારી
ગુફ્તેગુ તો કેટલી હજી કરવી હતી
મનની મનમાં જ રહી ગઈ મારી

લાંબી સફર ના કોલ તમે દીધા હતા
કોને યાદ કરાવું આ ' શપથ' તમારી
મધદરિયે સુકાન અચાનક સોંપી ગયા
હવે કોણ હંકારશે આ જીવન નૈયા અમારી

કેવું સુંદર સંસાર હતો, સુખ સભર
હવે તો ઝેર લાગે છે વગર તમારી
અમે પણ નાદાન હતા પામી ન શક્યા
જીવનનીય એ અમીવૃષ્ટિ તમારી

છતે પ્રેમે દિસ્યા અમે કવચિત પથ્થરદિલ
પણ તમે કેમ કરી આજે નકલ અમારી
અમારા આંસુઓ પણ કેમ આજે ઉણા પડ્યા
મનાવી શક્યા ન જરીએ તમને વાત અમારી

દુનિયાની બધી જ ખુશી સમર્પિત છે આજે
મળે જો બે પળ, અમને સાથે તમારી
તમને કેમ કરી કહું , તમે જ કહો
કે તમે જ , તમે જ છો દુનિયા અમારી

સાથે વિતાવેલ સુવર્ણ સમય નો આભાર છે
ઈશ્વરીય સંપત્તિ હતી એ તો અમારી
તમારા અબોલાં ના વસવસાનો પણ ભાર છે
તો યે ઝંખના રહેશે આજીવન અમને તમારી

આજે સાથ છોડી ભલે તમે ચાલી ગયા
આ ચૂપકીદી ટકશે નહિ વધુ તમારી
હાથતાળી આપી આજે ભલે ફાવી ગયા
તમારો પીછો નહીં છોડશું , એ હટ છે અમારી

આપણો તો જન્મ જન્માંતર નો સાથ છે
ને તમે છો જીવનદોર અમારી
આજે ભલે અમે હારી ગયા
કાલ ની જીત હશે અચૂક અમારી.



જ્યારે મિત્ર દંપતી ના ભગવતી બેન અચાનક હાર્ટ એટેક કારણે સર્વેને ચોધાર આંસુએ રડતા છોડી ગયા ત્યારે એમના પતિશ્રી વિનોદભાઈ ના દૃષ્ટિકોણથી લખાયેલ શ્રદ્ધાંજલિ.....

Back