'દિવા'ના તેજ

આશાનો એક દીપક ભલે આંખોથી ઓઝલ આજ
ઝળહળાટ એનો આજીવન અંકિત સહુ મનમાં જ

એક કળાવતીની ઉત્કૃષ્ટ કૃતિ, ટમ ટમ્યો સહુને કાજ
નિષ્ઠાથી જીવન અજવાળી, શુ રાખી દિવા ની લાજ

આંધિયો થી પણ ના ઓલવાયો, તિતિક્ષા એની ત્યાંજ
તેજથી જેના તિમિર દૂર થયા, રાત સવારને સાંજ

પ્રસન્નવદનની તેજોમય રશ્મિ, ખમીર એનો તાજ
મૃગ સમા ગભરુ દિલ સાથે સિંહણનો પખવાજ

દેદીપ્યમાન પ્રજ્વલિત દીવો, પ્રગટ્યો પ્રકાશ અર્પવાજ
તેજ એના દૂર દૂર રેલાયા, નહીં સીમિત સંબંધોમાં જ

પણ વાટ ખૂટી ને તેલ ખૂટયું, થયો શાંત દીવો ઘરમાં જ
એ દીવા નું અખંડ તેજ, કરશે સહુના મનમાં રાજ.




મારા પૂજ્ય મોટીફોઈ ના જાજરમાન તેજોમય વ્યક્તિત્વનો ઝળહળાટ આજીવન સહુની આંખોમાં અંજાતો રહ્યો અને એમની દુન્યવી વિદાય પછી પણ દિવા ના તેજ સહુના મનમાં યાદસ્વરૂપ રહેશે .....

Back