પતંગની દોર

થનગન થનગન ઉડ્યો સુંદર એક પતંગ
સહુ કહે ઉડ્યો જાણે સાક્ષાત ઉમંગ
બાલ્ય યૌવનનાં એમાં ભર્યા સર્વ રંગ
વીહરે આકાશે સુંદર કવિતા ના તરંગ

લાંબી દોરીને હતી પૂંછડી પણ મોટી
'કન્ના' 'એક શૂન્ય 'ની પણ નહોતી ખોટી
ઉચે આકાશે ઊડવાની આશા પણ મસમોટી
પણ વિધાતા એ એ આશા ને કેમ લીધી સમેટી

આ ' પણ' ના ' મણ' માં ફાવી પવનની આંધી
કેટ કેટલું ઝઝુમ્યો તોય જીવાદોર ના લાધી
કેવા મુક્ત પંખીને લાભી ગયો એ ' પારધી '
થયો આંખોથી અદ્રશ્ય થઈ મોટી ઉપાધી

એક ' ભગત' લૂંટાયો એની પ્રાર્થના ના સંભળાઇ
વિધાતાની વિચિત્ર રમત કોઈને ના સમજાઇ
ઊંચે ઊડ્યા છતાં ' મૃત્યુંજય' ની દિશા ના પરખાઈ
રડે ભગત, રડે સહુ ,પણ સાંભળે કોણ હરજાઈ

ખુટયા સાંત્વન ના શબ્દો, થીજ્યા આંખોના પાણી
વિધાતાએ કરી દારુણ દુઃખની કેમ લ્હાણી
હજી તો પતંગની ' સૈર' સર્વ રહ્યાતા માણી..
ગઈકાલે હતી , આજે કેમ થઈ ગઈ ' અજાણી' ?



મારા મામાના દીકરા શૈલેશ ભગત ની જુવાન દીકરી પારમિતા અચાનક જ્યારે ટૂંકી માંદગી ભોગવી શ્રીજીચરણ પામી ત્યારે કુટુંબ ના દારુણ દુઃખની કથની વ્યક્ત કરતી પંક્તિઓ....

Back