અલવિદા

જાન્યુઆરીથી જૂન માં પાંચ દાયકા સમાઇ ગયા
વાડીથી વાડીની સફરમાં આજીવન સંભાળાઇ ગયા

હજી તો કાલની વાત છે લગ્ન કરી પાઈનગર માં ઘર કર્યા
પછી ઘણા ઘેરે ઘરઘર રમ્યા ને સંસારના નવરંગ ભર્યા

સરળ શાંત સ્વભાવ ને અનોખા રમુજી વડીલ ઠર્યા
એકબીજાની લાકડી બની બંને જીવન સંસાર તર્યાં

ત્યાં અચાનક વિધિએ અલગ થવાના લેખ લખ્યા
એટલે હમણાં છે હજીયે છે એવા ભાસ થતા રહ્યા

' બલ્લુ ફુવા' તો ' નીકળી' ગયા જશુ ફોઈ જોતા રહી ગયા
રશ્મિન કેતન રેશમા મમતા વિગેરે રોતા રહી ગયા

ભલે નીકળી ગયા પણ એક પરિમલ છોડી ગયા
નવેસરથી નવી દુનિયામાં નવા પગરવ કરવા ગયા

" આવજો હો" બલ્લુ ફુવા સુખ થી પધારજો
નવી દુનિયામાં ફરી મળીશું અમારી " ઓળખાણ" રાખજો




મારા લાંબા,રમુજી, હસમુખા બલ્લુ ફુઆજી જ્યારે હસતા રમતા એક દિવસ રમત છોડી ગયા ત્યારે લખાયેલ શ્રદ્ધાંજલિ

Back