" તીર્થ" ના રહેઠાણ

આકાશ ને ભોંકતા અનેક મિનારા બની ગયા
એવા ' ઠાકુર ધામ ' મા તીર્થના રહેઠાણ બની ગયા

દિવસે ધમધમતા ને રાતે ઝગમગતા સિતારા બની ગયા
અનેક દીપકના તેજના આધાર બની ગયા

એક તીર્થના રહેવાસ ના સોનેરી રજકણો રહી ગયા
એના સ્વજનોની આંખમાં મોતીના બિંદુ બની ગયા

એ રાખ ના રમકડા સાચે જ રમતા થઈ ગયા
થોડું જ રમી ને પાછા ક્યાં અદ્રશ્ય થઈ ગયા

એ પાર્થ રૂપલ ને શ્લોક જાણે એકલા રહી ગયા
" તીર્થ" ના શ્વાસોશ્વાસ તો જાણે સંસ્મરણ બની ગયા

ટચુકડા રહેવાસથી દિલમાં દિવા તો પ્રગટી ગયા
પણ એ " તીર્થ " ના પ્રસ્થાન થી બધા અશ્રુ બંધ તૂટી ગયા

મુક આંખોથી " હું જાઉં" ? કહેતા એ તો નીકળી ગયા
" પાછા ક્યારે આવશો" ? અમ પૂછતા રહી ગયા

" ગોકુળ ધામ" માં જાવા "તીર્થ" યાત્રી આજે તો નીકળી ગયા
પણ "ઠાકુર ધામ" માં એમના રહેઠાણ હંમેશના બની ગયા.





બોરીવલી ઠાકુર કોમ્પ્લેક્સ માં રહેતા દિપક કાકા, મીનાકાકીના દીકરાને વહુ પાર્થ અને રૂપલ ના દીકરા તીર્થ ની જ્યારે બાલ્યાવસ્થામાંજ જીવાદોરી સંકેલાઈ ગયી ત્યારે એને શ્રદ્ધાંજલિસ્વરૂપ કૃતિ...

Back