બે પંખીડા નાના નાના
ક્યારે થઈ ગયા નાના-નાની
કુટુંબમાં પણ સહુથી નાના
એટલે રોજ કરે મનમાની
કપરાં સમયના સાથી બંન્ને
સુખે:દુખે "ખુશ" રહેતા
બાબો બેબી સરખા બંન્ને
તેઓની દિલથી સેવા કરતા
આભ ફાટ્યું અચાનક જ્યારે
નાની એ છોડી દુનિયા ફાની
બાબો બેબી બહુ રોયા ત્યારે
નાનાને જરીયે ગમી ના આ રવાની
હાથ પસારી "હું પણ આવ્યો" છેલ્લી એમની વાત
બધા રડે ચોધાર આંસુ જાણે વજ્રાઘાત
બે દિવસ ના ગાળા માં તો પંખીડા ઉડી ગયા
એમની અનોખી પ્રીત ની ઝાંખી કરાવી ગયા
ઉડો ઉડો એ પંખીડા સદાયે સાથે રહેજો
નવી ડાળે, નવા રંગે,પ્રીત ની નવી કવિતા કહેજો.
મારા સૌથી નાનાકાકા અને નાનીકાકી, પ્રદીપ અને શકુંતલા કાકી, એકાએક એક પછી એક બે દિવસ થી પણ ઓછા ગાળા માં ગુજરી ગયા, ત્યારે લખાયેલ એમને શ્રદ્ધાંજલિ....