આડે પડખે

વર્ષોના થાક થી હવે કમર વળી
હવે તો આડે પડખે થવા દો દોસ્તો..

અધૂરી ગુફતેગુ કોઈ બીજી વાર
આજે તો પરવાનગી આપી દો દોસ્તો

તમારા શમણાં, દાસ્તાનો ને વિટમ્બણાઓ
હવે ફરી એકવાર તમારે હવાલે દોસ્તો

આ શુભ સ્થળે આપ સાથે પ્રેમ પાંગર્યો
ઈશ્વરીય 'પ્રસાદ' સમજી લીધો હતો દોસ્તો

પડું પડું કરતા લો આતો હું ઢળી પડ્યો
હવે શયન સુધી પહોંચાડવાની તસ્દી લો દોસ્તો

અતિ લાંબા સમય ના સાથ નો આભાર
અઘટતું "બોલ્યું ચાલ્યું" માફ કરી દેજો દોસ્તો

ભલે સૌ વર્ષ નું "ખાટી આંબલી" નું વૃક્ષ હું
અર્પયા "મીઠા છાંયડા ને ઘરબાર" હંમેશા દોસ્તો

અલવિદા,ન લાવો તમારી આંખો માં આંસુ આજે
છુટા પડવાનો રંજ મને પણ ઓછો નથી દોસ્તો




બોરીવલીના ઘરની બારીએથી રોજ સુંદર વટવૃક્ષ જેવું ભરાવદાર આંબલી ના ઝાડ ના દર્શન થાય અને હૈયું ઠરે...મન આ ઝાડ સાથે નિતનવી વાતું કરે અને હરખાય...એવું મિત્રસમું ઝાડ એક દિવસ પડું પડું કરતા પડી ગયું ત્યારે એક મિત્ર ખોવાનો રંજ સાથે ઝાડ ના મુખેથી લખાયેલ ઝાડ નેજ અર્પિત શ્રદ્ધાંજલિ....

Back