એક વકીલ મોડો પડ્યો

એક વકીલ મોડો પડ્યો, ઉપલી કોર્ટે પણ કેસ એનો ના લીધો
નિરંજના, વહુ બેટા ની છતી સેવાએ, લેખ વિધિએ ટૂંકાવી દીધો

આઠ દાયકા ને છ વર્ષ ની ઉપર, જીવન આમતો લાબું જીવ્યો
ઘરમાંજ અચાનક પડવાને કારણે જીવનની બાજી હારી ગયો

તોયે , વિચિત્ર મનમોજી, આગવી શૈલી થી જીવન જીવી ગયો
જાતભાતના શોખ સાથે એક સરળ સુખી જિંદગી માણી ગયો

સિને જગત - નાટ્ય મંચ વિષય , ખાસ એનો રુચિકર રહ્યો
એના અનેક કલાકારો સાથે સંબંધ પણ એનો ગાઢ રહ્યો

ખાવા પીવા અને ખવડાવવાનો આગ્રહ એનો ભારી રહ્યો
દિલે એના છલકાતો આ આનંદ સહુના દિલને ગમી ગયો

વકીલ હતો, નોટરી થયો, દસ્તાવેજો માં પ્રમાણ ભરતો રહ્યો
ચોક્કસાઈ અને નિષ્ઠા થી અવિરત કર્મ એનું કરતો રહ્યો

પ્રેમલગ્ન કર્યા તા એણે, જીવન પત્નીપ્રેમ થી જીતી ગયો
નિરંજના ના બેજોડ સહકારથી દિલ નો રાજા બની ગયો

ધીરેન્દ્ર-નિરંજના વટવૃક્ષ નૉ ઘેરાવો દેશ પરદેશ વધતો ગયો
પુત્ર પુત્રી દોહીત્ર પૌત્ર નો બહોળો સંસાર પ્રસરતો રહ્યો

આવા પ્રેમી એક સુખી આત્માને, વંદન કરી કહેતો રહ્યો
મળશું પાછા આવતા જન્મે, તમારી રાહ હું જોઈ રહ્યો

મારા વડીલ સાઢુભાઈ શ્રી ધીરેન્દ્ર ભાઈ એક વિભિન્ન અને ગમતું વ્યક્તિત્વ ધરાવતા શોખીન વ્યક્તિ રહ્યા અને જીવનનો એક અભિન્ન હિસ્સો બની ગયા....

એમની ટૂંકી માંદગી બાદ દુન્યવી વિદાય લેતા એમને યાદ કરતા લખાયેલ શ્રદ્ધાંજલિ.....

Back