સોંપો

સોંપો પડી ગયો ઉડયાને
પેલા પાંચ પંખીઓના મકાને

પ્રાણ હતો, પંખેરૂ શું ઉડી ગયું?
વિધાતાને જાણે શું નડી ગયું ?

તો યે "શ્વાછોશ્વાસ" હજી યે ચાલે છે
પેલા પંખીઓ વડલા ને વિસામે છે

સમય ભલે ચુકી ગયો વિસામો લેવાનું
આ પ્રેમનું બંધન તો જન્મોજન્મ રહેવાનું

પંખેરૂ ભલે ઉડી ગયું "પ્રાણ" કેટલે જશે?
વિધાતાને ક્યારેક તો જડી જશે

ભલે સોંપો પડ્યો આજે ઉડયાને
"કાલે" કલરવ થશે પંખીઓના મકાને




અમારા સાસુશ્રી લલિતા બા શ્રીજી ચરણ પામ્યા ત્યારે એમની પાંચ પુત્રીઓ, જેમની સાથે ના એમના જોડાણ અતૂટ લાગણીના રહ્યા હતા, અને હંમેશા વર્તાલાપો થી સભર એમના રોજિંદા વહેવાર રહ્યા, તેમના જીવન માં સોંપો પડી ગયા ની સ્થિતિ સર્જાઈ ત્યારે સર્જાઈ પંક્તિઓ....

Back