જુઓ મારે ઘણા કાકા ને ઘણી બધી ફોઈ
આવા સુંદર કુટુંબ નો જોટો મળે ન કોઈ
મોટીફોઈ ને મોટાકાકાને રાખે સહુ માનમાં
નાનીફોઈ ને નાનાકાકા રહે એમના તાનમાં
વચેટ કાકા ફોઈ, રહે તો એમની શાનમાં
અલગ નામથી ઓળખે એમને સહુ ગામમાં
"પેંડાભાઈ", "બાબા", કે, કહે કાકા "પાનવાલા"
લતા રહી "લતા", તો "કોકિ" થઈ ગઈ કોકિલા
કોકિલા ફોઈને લાડથી અમે કહેતાં કોકિફોઈ
ગોરા એટલે કોઈ કહેતું એમને તો ચકીફોઈ
ઈસ્ત્રી કડક સાડી, ફોઈ ઘણી સુંદર રીતે પહેરે
જાજરમાન લાગે ફોઈ ત્યારે, ચહેરે ને મોહરે
ગોળમટોળ મોઢું, જાણે સદાયે હસતો ચાંદો
કોઈપણ મુશ્કેલ કામ માં ફોઈને ન હોય વાંધો
મનથી થોડા શરમાળ માને ઓછું બોલવામાં
મનગમતી વાત મનની મનમાં જ રાખનારા
વર્ષો ની રાહ જોઈ, ફુઆજીને વચન આપીને
આવા ફોઈ ક્યાં મળતે, ફુઆજીને દીવો લઈ ને
અલ્પસંતોષી રહ્યા અમારા ફોઈ આજીવન
સંકર સદન માં વીત્યું એમનું આખુંએ જીવન
લીલીવાડી જોઈ એમણે દીકરાને ઘેર દીકરા
દિકરીઓ સહુ ઠેકાણે, ફોઈ નાનીમાં વરવાં
વીતી એમની આખી જિંદગી કામ કરવામાં
શરીર ખડતલ આજે પણ નવમા દાયકા માં
સદાય હસીને આવકાર, ફોઈ ના ઘરે તો મળતો વાનગીઓ સાથે ભરપૂર એમનો પ્રેમ પણ ભળતો
દિલ ખોલીને વાત અમે ફોઈ સાથે કરી શકતાં
વણ બોલાયેલ શબ્દ પણ ફોઈ સમજી શકતાં
અલગ પ્રકારની સરળતા મેં ફોઈ ના દિલમાં જોઈ
વિશ્વાસ જ્યાં મુકયો એમણે ત્યાં મૂર્તિ ગોઠવાઈ
ઉપરવાળાના આશિર્વાદ આવા ફોઈ કાકા મળ્યા
બહોળા કુટુંબ માં જન્મવાથી અમારા કર્મ ફળ્યા
આવા પ્રેમાળ ફોઈને અમારા પ્રેમસભર વંદન
તમારી છત્રછાયા કાયમ રહે એવું અભિવાદન
મારા પૂજય કોકિલાફોઈ અને હાલ કુટુંબ ના વડીલ ફોઈ માટે લખાયેલ એમની જીવની ના ફૂલોની રજુઆત....મ
આવા સુંદર કુટુંબ નો જોટો મળે ન કોઈ
મોટીફોઈ ને મોટાકાકાને રાખે સહુ માનમાં
નાનીફોઈ ને નાનાકાકા રહે એમના તાનમાં
વચેટ કાકા ફોઈ, રહે તો એમની શાનમાં
અલગ નામથી ઓળખે એમને સહુ ગામમાં
"પેંડાભાઈ", "બાબા", કે, કહે કાકા "પાનવાલા"
લતા રહી "લતા", તો "કોકિ" થઈ ગઈ કોકિલા
કોકિલા ફોઈને લાડથી અમે કહેતાં કોકિફોઈ
ગોરા એટલે કોઈ કહેતું એમને તો ચકીફોઈ
ઈસ્ત્રી કડક સાડી, ફોઈ ઘણી સુંદર રીતે પહેરે
જાજરમાન લાગે ફોઈ ત્યારે, ચહેરે ને મોહરે
ગોળમટોળ મોઢું, જાણે સદાયે હસતો ચાંદો
કોઈપણ મુશ્કેલ કામ માં ફોઈને ન હોય વાંધો
મનથી થોડા શરમાળ માને ઓછું બોલવામાં
મનગમતી વાત મનની મનમાં જ રાખનારા
વર્ષો ની રાહ જોઈ, ફુઆજીને વચન આપીને
આવા ફોઈ ક્યાં મળતે, ફુઆજીને દીવો લઈ ને
અલ્પસંતોષી રહ્યા અમારા ફોઈ આજીવન
સંકર સદન માં વીત્યું એમનું આખુંએ જીવન
લીલીવાડી જોઈ એમણે દીકરાને ઘેર દીકરા
દિકરીઓ સહુ ઠેકાણે, ફોઈ નાનીમાં વરવાં
વીતી એમની આખી જિંદગી કામ કરવામાં
શરીર ખડતલ આજે પણ નવમા દાયકા માં
સદાય હસીને આવકાર, ફોઈ ના ઘરે તો મળતો વાનગીઓ સાથે ભરપૂર એમનો પ્રેમ પણ ભળતો
દિલ ખોલીને વાત અમે ફોઈ સાથે કરી શકતાં
વણ બોલાયેલ શબ્દ પણ ફોઈ સમજી શકતાં
અલગ પ્રકારની સરળતા મેં ફોઈ ના દિલમાં જોઈ
વિશ્વાસ જ્યાં મુકયો એમણે ત્યાં મૂર્તિ ગોઠવાઈ
ઉપરવાળાના આશિર્વાદ આવા ફોઈ કાકા મળ્યા
બહોળા કુટુંબ માં જન્મવાથી અમારા કર્મ ફળ્યા
આવા પ્રેમાળ ફોઈને અમારા પ્રેમસભર વંદન
તમારી છત્રછાયા કાયમ રહે એવું અભિવાદન
મારા પૂજય કોકિલાફોઈ અને હાલ કુટુંબ ના વડીલ ફોઈ માટે લખાયેલ એમની જીવની ના ફૂલોની રજુઆત....મ