દુઃખ ની વાખ્યાં

જૂની ફિલ્મોના ગીતો રુદન હવે લાવી નથી શકતા
દુઃખ એટલું છે કે હવે વધુ દુઃખી થઈ નથી શકતા

દિલાસો આપનો દિલની સમીપ લાવી નથી શકતા
ઘણુંએ મનને મનાવ્યાં છતાં દુઃખની વાખ્યાં બદલી નથી શકતા

ઉપરવાળો ક્રુર છે, તમે માની નથી શકતા
હવે એનમાંયે વિશ્વાસ અમે રાખી નથી શકતા

કાયર નથી એટલે જીવન થી ભાગી નથી શકતા
પણ ઉત્સાહ પણ જીવન માં લાવી નથી શકતા

સુખ તો મૃગજળ છે, ને અમે હવે દોડી નથી શકતા
દુઃખ રોગ નો કીડો છે , ને હવે અમે ભાગી નથી શકતા



નાનાભાઈ તુષાર ના અચાનક મૃત્યુ બાદ દુઃખ માં ગરકાવ હતો ત્યારે લખાયેલ

Back