વર્ષા ના અવિરત ટપ ટપ ટપારા
જાણે છાપરે વાગતા તાલબદ્ધ નગારા
અવિરત ટપારા ને તાલબદ્ધ નગારા
હૈયે ઉડે અનોખા આનંદના ફુવારા
ચારેકોર વાદળોના ઘેરા ઘેરા ચંદરવા
વચ્ચે અણધાર્યા વીજળી ના ઝબકારા
બારીએથી જોતા આંખો અમથી હર્ષિત થાય
કોઈ પણ કારણ વિના મન કેવું પુલકિત વર્તાય
પ્રિયતમ ની વાટ જોતા હૈયે હર્ષ જે થાય
એવી વર્ષા ના આગમનથી અનુભૂતિ થાય
ખેડૂત, પક્ષી, ઝાડવાઓ, સહુ કોઈ ભીંજાય
તોયે સહુ ખુશીના ગીત ગાતા ગાતા જાય
કનદી, નાળા, કુવા, વાવ બધા જ ભરાતા જાય
જીવન રહેશે, એવી હૈયાધારણ અપાતી થાય
વર્ષાની હૈયાધારણ થી સહુ આત્મા ભીંજાય
નૃત્ય, સંગીત, કવિતાથી આત્મતૃપ્તિ દર્શાવાય
ટપ ટપ ટપારા ભલે છાપરે વાગતા નગારા
વર્ષારાણીને ભાવભીના આવકાર અમારા
જાણે છાપરે વાગતા તાલબદ્ધ નગારા
હૈયે ઉડે અનોખા આનંદના ફુવારા
વચ્ચે અણધાર્યા વીજળી ના ઝબકારા
કોઈ પણ કારણ વિના મન કેવું પુલકિત વર્તાય
એવી વર્ષા ના આગમનથી અનુભૂતિ થાય
તોયે સહુ ખુશીના ગીત ગાતા ગાતા જાય
જીવન રહેશે, એવી હૈયાધારણ અપાતી થાય
નૃત્ય, સંગીત, કવિતાથી આત્મતૃપ્તિ દર્શાવાય
વર્ષારાણીને ભાવભીના આવકાર અમારા