સહિયર ના પગરવ
અલૌકીક ભુવન માં હું એકલો રે લોલ
જુના ભુવને મારી સખી રહે રે લોલ
સુંદર ઉપવન માં કરે પંખીઓ કલરવ
આ ભુવને નથી મારી સહિયર ના પગરવ
દૂરનું ક્ષિતિજ મને પાસે છે લાગે
સહિયર વિના બધું સુનું સુનું લાગે
ક્યારે તું છોડશે આ સંસાર ની પળોજણ
સુખની એ બે પળ ક્યારે માણસે આ બે જણ
રોક્યા ન રોકાય સખી સમય ના આ વહેણ
માણવા જીવન આનંદ, સ્વીકાર મારાં કહેણ
ઉપવન હવે વાટ જુએ, કરે પંખીઓ કલરવ
કર ઉલ્લાસ નો ટહુકો, સંભળાવ તારા પગરવ
જુના ભુવને મારી સખી રહે રે લોલ
આ ભુવને નથી મારી સહિયર ના પગરવ
સહિયર વિના બધું સુનું સુનું લાગે
સુખની એ બે પળ ક્યારે માણસે આ બે જણ
કર ઉલ્લાસ નો ટહુકો, સંભળાવ તારા પગરવ