સુરત માં ઉતરાણ

મુંબઈ થી ઠેટ આવી"ફીરકી"
મકર સંક્રાંતિ ની પ્રભાત
લંગર આવી પેચ કાપવા
આ તો પડી ગઈ રીતની ભાત

ભાત ભાત ના પતંગો ઉડે
ત્રીસ, ચાળીસ કે સાઠ?
તો યે "કન્હાઈ" ખૂંટે ન બંધે
પડી શું મંડાગાંઠ?

ગાંઠ છોડવા સહુ કોઈ આતુર
માંડે ગગન પર મીટ
આપણો "ચંદરવો" થાપ ખાય ભરપૂર
સ્થિર રહે ન ધીટ

ઠીલ છોડતા થાય અજંપો
ખેચીએ તો "ગાંડો" થાય
થનગન થનગન કરે પતંગિયો
કોઈ થી ના ઉડાવાય

ચગતાં ચગતાં અવિ સરકી
એક અદુભૂત પતંગ પાંહે
આપણો "ચંદરવો" ગયો અટવાઈ
ફર્યો "ઘુમરી" ખાઈ "માંહે"

પડી ગાંઠ છૂટતા ન છૂટે
બન્નેની પેચ કપાઈ !
દૂર ગગન માં ઉડે જુઓને
એ જોડી ચોમેર દેખાઈ

ફીરકી વિટતા રહે હર કોઈ
મંદ મંદ મુસ્કાઈ
આપણો "ચંદરવો" ખૂંટે બંધાયો
ભલે ને પેચ કપાઈ

Written for then most eligible bacheolar Tejas
who at long last said yes to a match.....

Back