સાંકળી નું મકાન

મહાનગરી ના શાંત ખૂણામાં
સીધી સરળ એક શેરી માં
એક ચણાતાં મકાનમાં
ચોથે માળે માંચડો
માંચડા મહી ગરગડી
તેની મહી સાંકળી
ભવિષ્યના સાકાર સ્વપ્નની
સાંકળી લેતી હર કડી

ભીસ્તી ઠોળતો પાણી
કડિયા કરે ચણ ચણ
સુથાર ચલાવતો કરવત
મજૂરો ઉઠાવે મણ મણ
કવિ બિચારો જોયા કરે
શેઠિયો કરે ગણ ગણ
નિર્જીવ પથ્થર માં પ્રાણ પુરે
આતે કેવી સાંકળી

આ સાંકળ ની હર કડી
ભાગ્યેજ સહુને દેખાય
મનોમંથન કરવું પડે
ત્યારેજ તાદસ્ય થાય
ઉપકાર ત્યારે માનીએ
હર કડી નો કડીબધ્ધ
તૃપ્ત હૈયાનો આશીર્વાદ
ત્યારે મનડા સાંકળતો જાય



બાજુનું મકાન જ્યારે બની રાહયુંતું.....

Back