હૈયાધારણ
સપાટ સપાટ ધરતી પર આછા આછા વૃક્ષ
પહાડ પર્વત થી વંચિત મારી આંખો થોડી રુક્ષ
ઊંચે ઊંચે આકાશે ઘનઘોર વાદળ ના વૃંદ
પડું પડું થતી વર્ષા રાણી ની ઉત્સુક લાખો બુંદ
લીલુડી થાવા જતી ધરતીમાં ઉઠી આશાની લ્હેર
ખેતરોમાં ઉભા ચડિયાની ફરકતી ધજાની મ્હેર
મેઘધનુષ નો પીછો કરતા પક્ષીઓ કરે ક્લબલ
ક્યારે ગાશે મેઘ મલ્હાર, થશે સરોવર છલોછલ
દૂર ખૂણે દુષ્કાળ હસે છે, જીત એની શું અફર?
ધડપડ ધસમસતી ગાડી ની અનિશ્ચિત આ કેવી સફર
ત્યાં દૂર દેખાયો એક પર્વત, હવે હૈયું થયું નિશ્ચિત
વર્ષારાણી ની મહેર થશે જ, દુષ્કાળ ની હાર નિશ્ચિત
મુંબઈ થી જયપુર આવતા ટ્રેન ની સફર માં લંબાઈ ગયેલા ચોમાસા ની ચિંતા માં.....