વસવસો

દુનિયાદારી મને માફક ના આવી
દિલ ની બારી મને ગઈ છે ફાવી

પ્રભુ તારા મંદિર ની રોજ ચઢાઈ ના પાયરી
ક્ષણભર ની અનુભૂતિ થી લખાઈ ગઈ શાયરી

એક સ્નેહીની વર્ષગાંઠ વર્ષોવર્ષ ના સ્મરણાઈ
એના સ્નેહની ઉષ્મા જન્મોજન્મ ના વિસરાઇ

ખળખળ વહેતી નદી થોડે દુર તો સંભળાઈ
અફાટ સાગર નો ઘૂંઘવાટ જાણે ગયો ક્યાં સમાઈ

વિરાટ સફર ની પરખાઈ જયારે સાચી લંબાઈ
આત્મા ના આળસ ની આદત ત્વરિત ના ખંખેરાઈ

મુક્તિમાર્ગ ના મારા વામપંથની વર્તાઈ વાંકાઈ
કેમ ઘડાયો હું "વાયડો" એ વાત પણ સમજાઈ

પણ તોયે દુનિયાદારી મને માફક ના આવી
ફાવી દિલની બારી ને રહ્યો વસવસો ભારી

Back