રૂપેરી લગ્નજીવન

આ વીસમી સદીનું એક પાસૈકુ
આપણા લગ્નજીવનનું શું સરવૈયું

બે બાળકો અને વર્ષો ના વહાણાં
ફક્ત વાંસ ના કાણા કે સુમધુર ગાણાં?

જીવન સંગીતમય બન્યું હતું તમારા આગમન થી
યાદ છે અમને અત થી ઇતિ સુધી

સમય કેમ આજે આટલો આગળ નીકળી ગયો
હજી તો ગઈ કાલે જ તમારો હાથ અમે પકડ્યો હતો

આપના સાથ સહકાર નો દિલ થી આભાર છે
દિલ માં હજી એ પ્રેમ ને આંખો માં હજી એ ભાર છે

તમારા સથવારા ની કરશું હંમેશા બંદગી
તમારી સાથે જ વિતાવશું જન્મોજન્મ ની જિંદગી

ભરોસો છે તમારું દિલ અમારા દિલ નો છે આયનો
"I do" પહેલા કહી દીધું હવે કહોને " i know"

આપણા લગ્નજીવનનું આજ છે સરવૈયું
વ્હાલસોયા બાળકો અને ખટમધુરું પાસૈકુ

ભારતી બેન પ્રફુલભાઈ ના લગ્નની ૨૫ મી વર્ષગાંઠે

Back