નાનો ભાઈ હેમાંગ

એક સુંદર મુખારવિંદ માં ગ્રેગરી પેક સમો, હેમાંગ
એક અદુભૂત નાના ભાઈ સમો, મનગમતો હેમાંગ

હોશિયાર, સરળ, પ્રેમાળ, હેતસભર રહ્યો હેમાંગ
આજ્ઞાકારી, સેવાભાવી અનેરો દીકરો થયો હેમાંગ

નિસ્વાર્થ ભાવે સેવા કરતો માબાપની હેમાંગ
પાંમ્યો એમનાં અંતરના આશિષ પણ હેમાંગ

ધર્મ ચિંતન, કર્મ મંથન સતત કરતો રહેતો હેમાંગ
સાથે સાથે સત્કર્મ સદૈવ કરતો રેહતો હેમાંગ

કપરા સમય માં હિમ્મત ન હારનારો, હેમાંગ
નીના નો અડીખમ સાથ પણ પામનારો, હેમાંગ

કાલનો હજી બાળક તણો આજે સાઠ નો થયો હેમાંગ
છતાંયે આત્મા થી બાળક સમો સરળ રહ્યો હેમાંગ

પ્રભુ તને લાંબુ જીવન આપે, સુખ સભર, હેમાંગ
અદુભૂત જીવન જીવી રહ્યો તું, માનવું પડે હેમાંગ

નાનાભાઈ સમાં હેમાંગ ની સાંઠ મી વર્ષગાંઠે એની પ્રતિભા અને કર્મયોગ ની સરાહના કરતું કાવ્ય

Back