દિલ નો રાજા

નામે "રાજીવ" પણ સહુના દિલનો"રાજા"
એના નિશાળગરણાંમાં વાગ્યાતાં બેન્ડ વાજા

સુંદર મુખડું અને અતિસુંદર છે વાન
દેશ પરદેશમાં એનાં ઘણા ઘણા માન

સરળ,ધીર ગંભીર ને ખાસ્સો શરમાળ
વિશ્વાસુ, વિવેકી વિગેરે ગુણો ની હારમાળ

મેહનતી જુવાની ને સંતોષી એની જીવની
શ્રેષ્ઠ કુટુંબ સુખની એને સાંપડી સંજીવની

જોતજોતામાં તો છ દાયકા વિતી ગયા
એક સુંદર જીવનકાળ ના સંભારણા રહી ગયા

આવા સુંદર જીવનની સાંઠ મી વર્ષગાંઠે
બોલે સહુના દિલ રાજીવને માટે

"જુગજુગ જીવો થાય માનવજીવન યથાર્થ
રહે ધર્મ કર્મ સભર જીવન ઈશ્વર અર્થાત"

પ્રિય ભાઈ રાજીવ જેને પ્રેમથી બધા રાજા કહીને બોલાવતા એની સાંઠ મી વર્ષગાંઠે લખાયેલું અને એના બહુગુણી વ્યક્તિત્વ ની નોંધ લેતું કાવ્ય

Back