પ્રભાતના પુષ્પો

આંબલી ની ડાળે હું તો ઝૂલતી રહું
મારા હૈયામાં સરોવરનો ભાસ રે......

ઉડી ઉડી વળગે એ ફૂલોના રંગો
મારા હૈયામાં કુસુમ ની સુવાસ રે.....

લસરી લસરી ને રહી જાય તુષારબિન્દુ
મારા હૈયા માં ઝાકળનું હાસ્ય રે.....

આંબા ની ડાળે પેલી કોયલ ટહુકે
મારા હૈયા માં આનંદ ઉલ્લાસ રે.....

મંદ મંદ પવન કરે ઉપવન શીતળ
મારા હૈયા માં પ્રભાત નો આવાસ રે....

મારું હૈયું ઝૂલે જીવન ના ઝૂલે
મારી આંખ્યુંમાં પ્રભુ તારો વાસ રે.....

એક પ્રભાતે બારીએ બેસી બહાર જોતા ઈશ્વરીય આનંદ અને અનુભૂતિ થઈ ત્યારે લખાયેલ કૃતિ

Back