આજે મંદિરિયે દીવડા ના પ્રગટ્યા
અને ન વાગ્યા ઢોલ નગારા
................મારો વાલમો અટવાઇ ગયો કયાં
ક્યાં છે એ ઘંટનાદ ખંજરીનો રણકાર
ક્યાં છે એ રામધૂન ને ભજન નો ફનકાર
................મારો વાલમો ભૂલો પડ્યો ક્યાં
ક્યાં છે એ ધૂમ્રસેર ને આરતી ની થાળી
ભાવ ભીના ભજન ને આનંદની તાળી
.................મારો વાલમો ખોવાઈ ગયો ક્યાં
પ્રેમ ની દોર એની મુજ સંગ બંધાણી
દલડાની વાત એની નથી અજાણી
..................મારો વાલમો રિસાઈ ગયો ક્યાં
સાંજ ગયે રાત થઈ ભગત ના આવ્યો
ન ક્ષેમકુશળ છે એવો સંદેશો આવ્યો
...................મારો વાલમો ઓશીકે થયો ક્યાં
કાઢો પાદુકા ને લાવો સંજીવની
ભગત ને શોધી ને સાંભળશું કથની
....................મારા વાલમાં હું જાણું તું ક્યાં
રોજ સાંજની આરતી ની આદત પડી ગઈ હતી. એક દિવસ થાકને હિસાબે આંખ લાગી ગઈ અને આરતી ચુકાઈ ગઈ ત્યારે દોષિત ભાવ અનુભવતા પ્રશ્ન થયો કે પ્રભુ પણ મારી રાહ જોતા હતા કે?
એ ભાવમાં લખાયેલ કૃતિ.....