સરળ પિતા અને ભાવુક માં
બાળપણ વીત્યું જાણે સ્વપ્નલોક માં
માસી મામા ને પ્રેમાળ ભાઈ
સગા સ્નેહીઓ માં જિંદગી સમાઈ
પાડોશીઓ ને દોસ્તોનો અમૂલ્ય સાથ રહ્યો
માથે એ દિવસોમાં વાયુદેવનો હાથ રહ્યો
જીવન ની શરૂઆત માં જ જીવ્યા દેવાલય સંગ
આરતી એ ઘણી કરી પણ લાગ્યો ના રંગ
જુવાનીના ઝંઝાવાતોથી ગયી સ્વપ્નોની રાત
જીવનસંગીની વગર મારી નોખી હોત વાત
ત્યારથી જ તારી શોધ આદરી તી મેં
ક્યાં ક્યાં કોશિશો કરી તી જોઈ તી તેં ?
આટલી સમીપ હતો બાળપણથી હું
તેં લાંબા ચગડોળે ચઢાવ્યો મને શું ?
વાંધો નથી તને ઓળખી ગયો છું હું
ચગડોળે કે સ્વપ્ને ફરી નહીં ચડીશ હું
કાપી લાંબી સફર હવે થાકી ગયો છું હું
કેટકેટલા ખભે ચડી પહોંચી ગયો છું હું
આવ્યો છું તારે દ્વાર બે શબ્દ તો બોલ
દયામય, હવે તો મંગલ મંદિર ખોલ....
મારી આધ્યાત્મિક સફર નો ચિતાર
બાળપણ વીત્યું જાણે સ્વપ્નલોક માં
માસી મામા ને પ્રેમાળ ભાઈ
સગા સ્નેહીઓ માં જિંદગી સમાઈ
પાડોશીઓ ને દોસ્તોનો અમૂલ્ય સાથ રહ્યો
માથે એ દિવસોમાં વાયુદેવનો હાથ રહ્યો
જીવન ની શરૂઆત માં જ જીવ્યા દેવાલય સંગ
આરતી એ ઘણી કરી પણ લાગ્યો ના રંગ
જુવાનીના ઝંઝાવાતોથી ગયી સ્વપ્નોની રાત
જીવનસંગીની વગર મારી નોખી હોત વાત
ત્યારથી જ તારી શોધ આદરી તી મેં
ક્યાં ક્યાં કોશિશો કરી તી જોઈ તી તેં ?
આટલી સમીપ હતો બાળપણથી હું
તેં લાંબા ચગડોળે ચઢાવ્યો મને શું ?
વાંધો નથી તને ઓળખી ગયો છું હું
ચગડોળે કે સ્વપ્ને ફરી નહીં ચડીશ હું
કાપી લાંબી સફર હવે થાકી ગયો છું હું
કેટકેટલા ખભે ચડી પહોંચી ગયો છું હું
આવ્યો છું તારે દ્વાર બે શબ્દ તો બોલ
દયામય, હવે તો મંગલ મંદિર ખોલ....
મારી આધ્યાત્મિક સફર નો ચિતાર