દયા નો સાગર, સાગર જેવી ખારી
તો પણ દરિયાઈ દિલ વાળી ..... માં, માં મારી સારી
સાચા ને સાચું, ખોટા ને પાટુ
તડ ને ફડ કરનારી..................... ...માં, માં મારી સારી
કડવી વાણી એના મૂખેથી ભલે વહે
એના અંતરના ઝરણાં મીઠા.............માં, માં મારી સારી
નાનેથી મોટા એણે શેં કર્યા અમને
કદી મોટાઈ ના આણી....................માં, માં મારી સારી
વાંચી થી પોથી, સાંભળી તી ગીતા
સદૈવ સત્ય માં રાચનારી..................માં, માં મારી સારી
ભણ્યા ગણ્યા અમે તો પણ ઠોઠ રહ્યા
ના એના દિલ નો તાગ શક્યા જાણી....માં, માં મારી સારી
બુરાઈ થી દુર રાખ્યા સદગુણો વાવ્યા
તારા ઉપકાર કેમ કરી વાળું...............માં, માં મારી સારી
દુનિયા આખીથી તું વધારે પ્યારી
તને લાખ લાખ વંદન માડી................માં, માં મારી સારી
મારી અતિપ્યારી માં માટે વર્ષો પહેલા સાહજિક લખાયેલ કૃતિ......
.