દિવાદાંડી
દિવાદાંડી એકલી અટૂલી આભને અડકતી ઉભી છે
દરિયા કિનારે ખડકો વચ્ચે દિશા સુચવતી ઉભી છે
લાંબે લાંબે જોજનો લાંબે, ટમક ટમક ટમ ટમકે છે
દૂર થી જેને જોઈ જોઈ વહાણવટુ દિશાઓ બદલે છે
દરિયાએ પગ ધોયા એના, વાયુએ વીંઝણા ઢોળ્યા છે
ખડકો ની માંહે ફૂલો એ પણ ભક્તિ ના રંગ ધોળ્યા છે
એકલતા જેણે જીરવી લીધી, દુનિયાને આંગળી ચીંધી છે
એ દીવાદાંડી એકલી અટૂલી આભને અડકતી ઉભી છે
પૂજ્ય પિતાશ્રી, જેઓ મારા માટે એક આદર્શ દીવાદાંડી સમાન એકલતા યુક્ત જીવન જીવવા છતાં બીજાઓને મદદ માટે હંમેશા ઉત્સુક રહેતા તેમની હયાતી માં લખાયેલ કૃતિ.