સુખદ મિલન

પાંપણો પર સુતેલા સપના
મુખપર આછો મલકાટ
ફુવારા હૃદયમાં ઉમંગનાં
હૈયું જુએ કોઈની વાટ

વિકટ વનમાંથી નીકળી
જીરવી વિરહ ની રાત
અશ્રુભીના નેણ માં
જોને ઊગ્યું કેવું પ્રભાત

અપતજનો તો પીગળ્યા
નથી આ એમની હાર
અંતઃકરણથી માનજો
આજીવન એમનો આભાર

વિકટ સમયના સંભારણાં
લઈને ચાલજો આખી વાટ
સિંચન કરે એ પ્રેમનું
દૂર કરે વિખવાદ

સુખી રહો ખૂબ ખૂબ જીવો
રહો સદાયે આનંદમય
કદમ મિલાવી ચાલજો
જાણે નદી નાંવ સંયોગ




એક પ્રિય યુગલ ને સંઘર્ષયુક્ત પણ સફળ પ્રેમલગ્ન થતા લગ્નજીવનની શરૂઆત વખતે
એમને શુભેચ્છા સંદેશ આપતી કૃતિ

Back