તળાવડી ને કાંઠે
આભની અટારીએ ઉભી માવડિ રે
દુનિયા લાગે છે બસ આવડી રે
સખી સમી રહી અમારી માવડી રે
અમ દીકરીઓને બસ આવડી રે
દુઃખો કેટલા વેઠયાં અમ કાજ માવડી રે
વિકટ સંજોગો સામે કેવી કેવી લડી રે
હવે હાશકારે બેસ તું આ ઘડી રે
ગુલાબી આકાશ તું જો બે ઘડી રે
સુખથી ભરાઈ આવે આંખડી રે
કેવી ફોરમ વેરાવે પાંચ પાંખડી રે
આભની અટારીએ ઉભી માવડી રે
દુનિયા જાણે રણમાં તળાવડી રે
પરેલ થી જ્યારે મારા પૂજ્ય સાસુશ્રી લલિતાબા ને એમની પાંચ પુત્રીઓ મળી બોરીવલીના ઉદ્યાન મકાન ના છઠે માળા ના સુંદર ફ્લેટ માં રહેવા લઈ આવ્યા જેની મોટી બારીએથી આભની અટારીએ ઉભા હોવા નો ભાસ અને આલ્હાદ આવતો ત્યારે એ સુખદ ક્ષણને કવિતા માં કંડારવાનો પ્રયાસ...