ભાઈ મનીષ મનીશિયો

પ્રેમ થી હું કહું "મનીશિયો", છે જક્કી પણ ભોળો
"ભાઈ મનીષ" નો પ્રયોગ લાગે મારે મન થોડો મોળો

મારે મન એ "મનીશિયો" એને મન ભલે "મનીષ"
કહે છે એક દી કેહેડાવીશ મને હું "ભાઈ મનીષ"

છલાંગ મારી કેવડી મોટી કહે "હું નાના નો મોટો"
આમે સુરતી મરચાં નો આપણે ત્યાં ક્યાં છે તોટો

હું કહું ટાઢો થા માં, છું હું તો "મોટા નો મોટો"
હું ગરમ પાણી નો બમ્બો તું તો નાનો લોટો

મારા સહુથી નાનાકાકા નો છે એ આમ તો મોટો
ને એના સહુથી મોટાકાકા નો હું પહેલે થી છું મોટો

મળી ગળથુથી માં કરકસર ને રમુજવૃત્તિ ભળી
કમરતોડ મહેનત કરી એ લાવતો રોટલો રળી

એના હાસ્ય માં છાંટ રહી નાનાકાકાની થોડી ઘણી
બાકી રહી નાની કાકી ની, એ તો પાશેરા માં પૂણી

હાસ્ય રસ ને શોખ શાયરીનો, લે એના મનને વરી
સુંદર સજાવટ ઘર માં કાયમ, એ કરતો ફરી ફરી

ખાવાનો એ શોખીન બહુ, ભાવે વિવિધ પકવાન
વાનગીનું નામ જ પડતા, ઊંચા થાય શ્વાન ના કાન

બહેન માટે લળી પડે, ખૂબ જવાબદારી નું ભાન
મા બાપ ની ઉત્કૃષ્ટ સેવા થી કુટુંબ માં બહુ માન

કાકા કાકી સ્વર્ગે સિધાવ્યા, જ્યારે એક દી અચાનક
જીવન લાગ્યું મનીષ ને, અત્યંત દુઃખી ને ભયજનક

ત્યારે કુટુંબીજનો એ કહ્યું "ભાઈ" સહુ સારા વાના થાશે
હિમ્મત રાખ "મનીષ" એક દી, તું ખુશી ના ગીત પણ ગાશે

નનાકાકાના પુત્ર અને મારા નાના પિત્રાઈ ભાઈ માટે અનાયાસે હાસ્યરસમાં લખાયેલું કાવ્ય.....

Back