સિએરા

મોટર રડી, ઝગડી પડી
સોતન લઈ આવ્યા? હું શું નડી?

એનામાં શું છે જે મારામાં નથી?
તમને સુખ આપવા હું કેટકેટલી મથી...

જોજનો ચાલી તો યે હું અણગમતી?
થોડી નથી ચાલી તોયે એ મનગમતી?

ફૂલોનો એ હાર, તમારો પહેલો આવકાર
કંકુના ચાંદલા ને દશેરા નો તહેવાર....

ઊર્મિની છાબના પુષ્પો ની સુરભિ
લઇ ને આવીતી તમને હું વરતી....

આવી સુખદ સફર માં આ વંટોળ ક્યાંથી?
તમારીજ મોટર હતી હવે કહીશ હું ક્યાંથી?

ગઈ કાલ ની મનગમતી આજ થઈ અણગમતી
ક્યારેક તો મારી યાદથી થશે આંખ નીર ઝરતી

દિલને કોઈ ખૂણે બસ વસાવી લો તમ મુજને
એટલીજ વિનંતી શું કરી શકું હું તુજને?





જ્યારે રાજીવે એની ટાટા સિએરા ગાડી વેચી ને ટાટા સફારી ગાડી લીધી ત્યારે.....

Back