એક કૃતિ

ઓ ચૂનમૂન જરા સુન,
તુજ કથા મુજ કથન.

સોનેરી બાળપણ ની એક ઝલક,
સ્મૃતિપટ પર ઝળકે એક પલક

યાદો લાખેણી લઈ આવે,
વિવિધ રંગોથી સજાવે.

હૈયુ હેલે ચડ જીવે,
જીવન સુરભી ફેલાવે.

નયને નીર ભર આવે,
ચહેરે સ્મિત ફરકાવે.

શું એવા હતા એ દિવસો હેં ?
વાહ શું હતા એ દિવસો ને !

ડાહી ડાહી વાતો કરે,
કૃતિ તો "ઠરેલ" માં ઠરે !

ચિત્રકલાની ગમે રંગત,
વાંચન, સંગીત-નૃત્ય સંગત.

દુરદર્શન અત્યંત ગમે,
વ્યંગ ચિત્રોમાં મન રમે.

એક ચિત્ર જુએ એકવાર,
પાછું જુએ વારંવાર.

યાદશક્તિની શું કરવી વાત,
શ્રવણ શક્તિ પાડે અનોખી ભાત.

વ્યવહારની બહુ ઊંડી સૂઝ,
તર્કની જલ્દી ના છોડે પૂંછ.

દાદીની બહુ વહાલી થાય,
સાન્તાક્રુઝ રહેવા ચાલી જાય.

વૈભવ સાથે વાંકું પડે,
જીદ કરે ને રડી પડે.

ત્યારે જ એનું બાળપણ ડોકાય,
નહીતો કૃતિ અદ્ભુત કહેવાય !

અલ્લડ નટખટ રાજ કિશોર
ગીતા નો વૈભવ મચાવે શોર

મોય મામા નો ભાણો થાય
કેળા ખાવા દોડી જાય

એના તોફાનોની વરવી ભાત,
એકથી એક ચઢિયાતી વાત.

કેદ પુરાણ થી કેશ કર્તન,
ધીંગામસ્તી ચંચળ વર્તન.

બધું જાતે જ કરવા જાય,
આફતને નોતરવા જાય.

પડે આખડે વગાડે બહુ,
હાથે-પગે કપાળે લહુ.

માત પિતા પણ ગુસ્સે થાય,
ઠપકો આપે,સજા પણ થાય.

ત્યારે બાળપણની ઓથે લપાય,
ચાંદ શા ચહેરે સ્મિત લહેરાય.

શરારતો એની ભૂલી જવાય,
જોતા જ એને સહુ હરખાય.

આવું સુંદર બાળપણ સુખ - સભર,
તમ માત પિતા ઉપર નિર્ભર.

એમને કદીયે ભુલશો ના,
દેવ છે પિતા, દેવી, માં !

વર્ષોના વહાણા વિતતા,
વહાણવટુનાં બદલાતા.

જૂની યાદો ના સંભારણા,
યાદ કરાવે આ જોડકણા !




ભાઈ રાજીવ ગીતાના બાળકો કૃતિ અને વૈભવ માટે લખાયેલ કૃતિ જ્યારે તેઓ મનમોહક નાના ભૂલકાંઓ હતા....

Back