ઈશ્વરીય પ્રાપ્તિ

હાથ મારો ઝાલ્યો તમે, આભાર છે
કેટકેટલા દિપક ઝળહળતા થઈ ગયા!

કહેશો આમાં તો ઋણાનુબંધ નો આસાર છે
કે જન્મોજન્મ ના આપ્તજનો ફરી ભેળા થઈ ગયા

દાદા-દાદી, માત-પિતા, ફોઈ ને મોટાભાઈ નો આધાર છે
દલાલ કુટુંબ ના દિલોદ્વાર આપોઆપ ખુલતા થઈ ગયા

આ સુસંસ્કૃત કુટુંબ માં આગમન, ઈશ્વરીય અણસાર છે
મારા જન્મોજન્મના પૂર્વપુણ્ય જાણે કામ કરતા થઈ ગયા

સર્વે ની સેવા કરૂં, પ્રેમ આપું, આકાંક્ષાઓની તો વણઝાર છે
પ્રાર્થના કરવાના કેટલાં કારણો મને તો મળતાં થઈ ગયા

સમય આવશે મારો પણ, મને પણ ઇન્તેજાર છે
સમજો સ્થિત સમય ના કાંટા આજે ફરી ફરતા થઈ ગયા






પાર્થ અને રૂપલ દલાલ ના દત્તક લીધેલા પુત્રની નજરેથી લખાયેલું આભાર થી સભર કાવ્ય....એક સુસંકૃત કુટુંબ ની દિવ્ય પહેલને હૃદયથી બિરદાવતા.....

Back