એક મિત્ર અનુપમ

એક મિત્ર ‘અનુપમ’,
અનુપમ મિત્ર રહ્યો
જ્યાં જ્યાં અડકાડી આંગળી,
ત્યાં ત્યાં અનુપમ સિદ્ધ થયો

સરસ્વતી ની મેહેર રહી,
રહ્યા રૂપ ગુણના ભંડાર
સચ્ચાઈ એનેજ ઘેર રહી
ભાવુકતા અપંરપાર

મિત્રોનો એ “મિત્ર” થયો
સ્નેહી દિલોનો સગો
મારો ‘અનુપમ’ મારો તો
અનુપમ મિત્ર થયો

જીવન વીત્યું સંઘર્ષ માં
તો યે હસતો રહ્યો
દેશદાઝથી સમાજસેવા
અવિરત કરતો રહ્યો

‘હિન્દુસ્તાની આંદોલન’ નો
મૂળભૂત ટેકો રહ્યો
અમથો જ એને મધુ મેહતા નો
નાનો ભાઈ કહ્યો?

નાનામોટા આંદોલનો
કર્યાં કઈ સો-પચાસ
લોક કલ્યાણના પ્રયત્નોમાં
રહી ના કઈ કચાસ

મળ્યા લોકો કઈ એટલા
થઇ ઓળખાણો ની ખાણ
નાના મોટા કેટલા
કોની નથી એને જાણ!

તો યે જાણે કેમને
રહ્યા કુબેર થી અજાણ
સુઈ રહેલા ભાગ્યના
ક્યારે વહેશે સુના વ્હાણ?

આજકાલ કહી વર્ષોના
વીતી ગયા કેમ વહાણા
આને કેવા વિધાતાના
મનામણા રીસામણા ?

તો યે હસતો રહ્યો સમજતો રહ્યો
જીવન સસ્મિત રમતો રહ્યો
દુઃખ દર્દ એ નીલકંઠ ની જેમ
જાણે કેમ પચવતો રહ્યો

નાગર છે,નાગર રહ્યો
જીવન સુંદર જીવી ગયો
'અનુપમ' મારો મિત્ર એ
અનુપમ મિત્ર બની ગયો

પ્રિય મિત્ર અનુપમ ભાઈ મેહતા જે પ્રેરણા સ્તોત્ર હતા એમને માટે એમના જીવન ની અને એમના સુંદર વ્યક્તિત્વની ઝાંખી કરાવતું કાવ્ય.....

Back