દરિયાને મિનારે

ઉપર મલબાર હિલની ઊંચી અટારી
સાવ નીચે દરિયા દેવની મોટી પથારી
એવા સુંદર મુંબઈને અતિસુંદર કિનારે
મનડું બેઠું દિલીપભાઈ ભાભી ને મિનારે

જ્યાં દિવસે દિસે 'દિલ'નો અતૂટ કિનારો
જુએ રાત્રે ભરપેટ, દુન્યવી તારા મિનારો
ભાભીની દાળઢોકળીની દાળ ની સોડમ
એમાં ભળ્યું ભાઈનું સ્મિત, મંદ મંદ મૌઘમ

એવા અણમોલ ભાઈ ભાભીની મહામૂલી સોબત
'સજળ નેત્રે વિદાય' આપવાની આવી શું નૌબત
આવા સુંદર મુંબઇની એમને ગમી ન શું મુરત ?
કે કુટુંબીજનોનો પ્રેમ એમને ખેંચી ચાલ્યો સુરત?

કુટુંબીજનો નું વ્હાલ કે ઈશ્વર ની ઈચ્છા
સ્થળાંતર નિશ્ચિત છે કરીયે કેટલીએ પૃચ્છા
છૂટશેજ આ કિનારો, ઈચ્છા કે અનિચ્છા
પાઠવીએ અમ ભાઈ ભાભી ને સહ શુભેચ્છા

ભલે ઊંચે મિનારેથી જશે બહુ મોટા મકાને
ભાઈ ભાભી જશે એમના એ નવા મુકામે
અમારા દરિયા કિનારે ને આ દિલ ને મિનારે
રહેશે એમનો સ્નેહ હમેશ અમારાજ મુકામે




મુંબઇ છોડીને સુરત વસવાટ કરવા જતા અગાઉ જ્યારે દિલીપભાઈ ભાભીની મલબાર હિલના ઘરે એક સાંજે સાથે વાળું કરવા બેઠાં તા ત્યારે એમની અટારીએથી મુંબઈ દર્શન કરતાં સ્ફુરેલું કાવ્ય.....

Back